Today Gujarati News (Desk)
ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યાં છે. તે વિધાનસભા ગૃહમાં જાહેર કરવામાં આવેલી વિગતો પરથી સ્પષ્ટ થઈ જાય છે. ધારાસભ્યોના સવાલનો જવાબ આપતાં સરકારે સ્વીકાર્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં રૂ. 65 હજાર 918 લાખની ખનીજ ચોરી પકડાઈ છે.જ્યારે છેલ્લા 5 વર્ષમાં ખનીજ ચોરીના 40483 કેસ નોંધાયા છે.
સરકારે વિધાનસભામાં સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, વર્ષ 2018-19માં રાજ્યમાં ખનીજ ચોરીના 7734 કેસ નોંધાયા જેમાં રૂ. 10988.42 લાખની વસુલાત કરાઈ છે. જ્યારે વર્ષ 2019-20માં રાજ્યમાં ખનીજ ચોરીના 7446 કેસ નોંધાયા જેમાં રૂ. 10634.61 લાખની વસુલાત કરાઈ છે.
તે ઉપરાંત વર્ષ 2020-21માં રાજ્યમાં ખનીજ ચોરીના 7155 કેસ નોંધાયા જેમાં રૂ. 10322.84 લાખની વસુલાત કરાઈ છે. વર્ષ 2021-22માં રાજ્યમાં ખનીજ ચોરીના 8672 કેસ નોંધાયા જેમાં રૂ. 14064.26 લાખની વસુલાત કરાઈ છે. વર્ષ 2022-23માં રાજ્યમાં ખનીજ ચોરીના 9476 કેસ નોંધાયા જેમાં રૂ.19907.86 લાખની વસુલાત કરાઈ છે.