Today Gujarati News (Desk)
શું તમને ખબર છે કે હોકી વર્લ્ડ કપ ભારતમાં 13 જાન્યુઆરીથી ઓડિશાની રાજધાની ભુવનેશ્વર અને રાઉરકેલા શહેરમાં શરૂ થઈ ગયો છે. ભારતમાં ક્રિકેટના ઓવર ડોઝ વચ્ચે લોકોને ખબર જ નથી કે દેશની રાષ્ટ્રીય રમત તરીકે આપણે હોકીને માનીએ છીએ અને તેનો વર્લ્ડકપ આપણા જ દેશમાં ચાલી રહ્યો છે. ભારતીય ટીમને પૂલ-ડીમાં ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્પેનની સાથે સ્થાન આપવામાં આવ્યું છે. આ પહેલા ભારતીય ક્રિકેટરો જેમ કે, વિરાટ કોહલી, સચિન તેંડુલકર, મયંક અગ્રવાલ, વીવીએસ લક્ષ્મણ, હાર્દિક પંડ્યા વગેરેએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.
તમામ ચાહકોની સાથે સાથે ક્રિકેટના ખેલાડીઓ પણ ટીમ ઈન્ડિયાને હોકી વર્લ્ડ કપ માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. બધા ઈચ્છે છે કે ભારત આ હોકી વર્લ્ડ કપ બીજી વખત જીતે. આ વખતે ભારતમાં હોકી વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે, તેથી ભારતીય ટીમ પાસે પણ જીતની રાહ પૂરી કરવાની સારી તક છે. ટીમનો મુકાબલો સ્પેન સાથે છે. તો ચાલો નજર કરીએ ક્યા ક્યા ક્રિકેટરોએ હોકી ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. આ ક્રિકેટરો કર્યુ ટ્વિટ: સચિન તેંડુલકરે ટ્વિટર પર લખ્યું કે, “ભારતીય ટીમને હોલકી વિશ્વ કપ માટે અનેક શુભકામનાઓ. અમે તમારા માટે ચીઅર કરીએ છીએ.. ચક દે!”
વિરાટ કોહલીએ ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવતા લખ્યું કે, “વર્લ્ડ કપ માટે આપણી ભારતીય ટીમને મારા તરફથી ખૂબ જ શુભકામનાઓ. જાઓ અને એન્જોય કરો. અમે બધા તમને સપોર્ટ કરીએ છીએ. ગુડ લક.”
તો મયંક અગ્રવાલે લખ્યું કે, “હોકી વર્લ્ડ કપ આવી ગયો છે. હું ટીમ ઇન્ડિયા માટે ચીયર કરૂ છું”
પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે પણ ટીમ ઇન્ડિયાને શુભકામનાઓ આપી અને લખ્યું કે, ટીમ ઇન્ડિયાને #HockeyWorldCup2023 માં સફળતા માટે શુભકામનાઓ. ચાલો આપણી ટીમને ચીયર કરીએ. @TheHockeyIndia
હોકી વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા પીઆર શ્રીજેશ, કૃષ્ણ પાઠક, સુરેન્દર કુમાર, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), વરુણ કુમાર, અમિત રોહિદાસ (વાઇસ કેપ્ટન), નીલમ સંજીપ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, નીલકાંતા શર્મા, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાદ, આકાશદીપ સિંહ, મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, અભિષેક, સુખજીત સિંહ, રાજકુમાર પાલ, જુગરાજ સિંહ.
હવે જોવાનું એ રહેશે કે ટીમ ઇન્ડિયાનું અભિયાન કેવી રીતે આગળ વધે છે. ટીમ જીત સાથે શરૂઆત કરવા માંગશે. જો તમે ફોર્મેટના પ્રારૂપ પર નજર નાંખો તો કોઈ પણ ટીમ માટે જીતવું ખુબ જ જરૂરી હોય છે. તેથી કેપ્ટન હરમનપ્રીત સિંહ પર ટીમનું સપનું પૂરું કરવાની મોટી જવાબદારી છે.